મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની રાજકોટ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે જીલેશકુમાર બી.કાલરીયાની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીલેશકુમાર અલગ અલગ સંગઠનો જેવા કે સ્વદેશી જાગરણ મંચ, સ્વાવલંબી ભારત અભિયાનમાં પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. તેઓ આયુર્વેદ અને પર્યાવરણ જતન માટે પણ અનેક કાર્યક્રમોમાં જોડાયેલા છે. તેમ યાદીમાં જણાવાયું છે.