મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર મદીના પેલેસે નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી મુસ્તાક જુસબભાઈ કટિયા અને આરોપી ઇકબાલ જુસબભાઈ કટિયા રહે. બન્ને અયોધ્યાપુરી મેઈન રોડ, મચ્છુ માતાજીના મંદિર પાસે મોરબી વાળાઓને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 4176 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.