જિલ્લા પંચાયતના લોકાર્પણ-ખાતમુહૂર્તમા ચેરમેન અજય લોરીયાની બાદબાકી મુદ્દે થયેલા વિવાદમાં ઉપપ્રમુખે કરી સ્પષ્ટતાhttps://youtu.be/7E8b9hwJyzE?si=ZBGxg9s02Ikyfkgtમોરબી : મોરબી જિલ્લા પંચાયતના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં સિંચાઈના ચેરમેન અજય લોરીયાની બાદબાકી મુદ્દે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાએ સ્પષ્ટતા કરી છે. જેમાં તેઓએ કહ્યું છે કે જે સમિતિનું કામ હોય, તેના જ ચેરમેનને બોલાવવાની જિલ્લા પંચાયતની પરંપરા છે.જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાએ જણાવ્યું કે જિલ્લા પંચાયતના હોય એટલે અમારા પરિવારના જ ગણાય. નામ કાપવાનો કોઈ પ્રશ્ન નથી. જિલ્લા પંચાયતના અઢી વર્ષ દરમિયાન બધાના નામ લખવાની જે પરંપરા છે. તે જ મુજબ આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તે વિસ્તારના ધારાસભ્ય અને જે સમિતિનું કામ હોય તેના ચેરમેનનું નામ હોય લખવામાં આવે છે. આ કાર્યક્રમમાં પણ સાંસદ, ધારાસભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ અને ત્રણ ચેરમેનના નામ હતા. બંધકામ સમિતિનું રૂ. 80 લાખનું કામ હતું. આઇસીડીએસનું રૂ. 13.50 લાખનું કામ હતું. શિક્ષણ વિભાગનું એક શાળાના લોકાર્પણનું કામ હતું. એટલે આ ત્રણ વિભાગોના ચેરમેનનું નામ લખવામાં આવ્યું હતું.