1965 અને 1975ના યુદ્ધમાં જામનગર અને ધ્રાંગધ્રાથી સેનાની પ્લાટુન આ જ રસ્તે કચ્છ પહોંચી હતી, અત્યારે પણ વર્ષના અમુક મહિનાઓ આ રસ્તાનો પગપાળા ચાલતા યાત્રિકો ઉપયોગ કરે છેપૂર્વ કચ્છ-સૌરાષ્ટ્રને જોડતો આ સૂચિત માર્ગ નાના રણમાંથી પસાર થાય છે, જ્યાં બીજુ રોડ ટુ હેવનનું આકર્ષણ પણ ઉભું થઈ શકે તેમ છે : સુરજબારી પુલ ચોમાસામાં બંધ હોય, ટ્રાફિક હોય ત્યારે આ રોડ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છેમોરબી : સૌરાષ્ટ્ર-કચ્છને જોડતો અત્યારે એક જ માર્ગ છે. જો બીજો માર્ગ પલાસવા અને ટીકર વચ્ચે નાના રણમાં બનાવવામાં આવે તો પરિવહનમાં ખૂબ સરળતા રહે એમ છે. આ મામલે પલાસવા ગામના જાગૃત નાગરિક શકતાભાઈ નારણભાઈ ભરવાડ વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છે. જો કે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ આ પ્રોજેકટમાં રસ દાખવીને લગત વિભાગોનું ધ્યાન પણ દોર્યું છે. આ મામલે શકતાભાઈ નારણભાઈ ભરવાડ જણાવે છે કે વર્ષ 1965 અને 1975ના યુદ્ધમાં જામનગર અને ધ્રાંગધ્રાથી પ્લાટુન આ રસ્તેથી જ સમયસર યુધ્ધના મોરચે પહોંચી શકી હતી, વર્ષો પૂર્વે આ જુના રસ્તે બસ સેવાઓ પણ ચાલતી હતી. મોરબી - રાપર અને ધ્રાંગધા - ચિત્રોડ બંને રૂટ વાયા ટીકર-પલાસવા કાર્યરત હતો. આ મહત્વાકાંક્ષી રસ્તાની મંજુરી કેન્દ્રના પર્યાવરણ વિભાગમાં અટવાયેલી છે. અગાઉ વર્ષો પૂર્વે અહીંના ધારાસભ્યની મહેનતથી રોડનું કામ પણ શરૂ થઈ ગયું હતું. પણ કોઇ કારણસર અટકી ગયું હતું. ત્યારબાદ અહીં કામ શરૂ થયું જ નથી. સુરજબારી પુલ ઉપર જયારે ટ્રાફીક જામથી જાય છે, ત્યારે કચ્છની બહાર જવા માટે આ વૈકલ્પિ રસ્તો બની શકે છે. આંતર-રાજય ટ્રાફિકને પણ ખુબ લાભદાયી બનશે. વરસાદ વધારે હોય ત્યારે મચ્છુ ડેમ ઓવરફલો થાય છે. ત્યારે માળીયા અને સુરજબારી હાઈવે ઉપરથી પાણી પસાર થાય ત્યારે આ હાઈવે બંધ થઈ જાય છે. સાત- આઠ દિવસ સુધી આ હાઈવે બંધ રહે છે. કચ્છના લોકોને ઈમરજન્સી દવાખાને જવવાનું થાય ત્યારે હાઈવે બંધ હોય છે. મોરબી, અમદાવાદ, રાજકોટ જવાનું હોય ત્યારે આ રસ્તો બંધ હોવાથી હાલાકી પડે છે. આ પરિસ્થિતિમાં જો નવો હાઈવે પલાસવા- ટીકર- હળવદ ફોર લેન મંજુર થાય તો સહેલાઈથી પહોંચી શકાય છે. પલાસવાથી ટીકર માત્ર 35 કિમીનું અંતર છે. પણ અત્યારે સુરજબારી પુલ ઉપરથી હાઇવે છે ત્યાંથી જઈએ એટલે આ અંતર વધીને 121 કિમિ થઈ જાય છે._________________________________________ઉદ્યોગો માટે પણ આ નવો રોડ ફાયદારૂપ રહેજો આ નવો રસ્તો બને તો ઔદ્યોગીક ક્ષેત્રે મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળે તેમ છે. આ રણમાં મોટા પ્રમાણમાં મીઠા ઉદ્યોગ આવેલો છે તેમજ વાગડ વિસ્તારમાં માટી ઉદ્યોગ તેમજ ખનીજ મોટા પ્રમાણમાં છે જેનું વાગડથી પલાંસવાથી ટીકર હળવદથી મોરબી જવા માટે ટ્રાન્સપોર્ટ માટે આ રસ્તો ખુબજ નજીક થાય છે તેમજ મોરબીના સિરામીક ઉદ્યોગ માટે પણ આ રસ્તો ફાયદારૂપ રહેશે._________________________________________નવો રોડ પશુધન સાથે સ્થળાંતર કરતા માલધારીઓ માટે પણ આશીર્વાદરૂપ બનશેઆ રોડ બને તો પશુધન તેમજ સ્થળાતર કરતા માલધારીઓને પણ ફાયદો થશે. કચ્છના રાપર તાલુકાના પલાંસવાથી કચ્છ ના નાના રણમાં અનેક બેટ આવેલ છે. જેમા વધારે પ્રમાણમાં ઘાસ ચારો થાય છે. કહેવારાબેટ, ભુંગરીયાબેટ, રાતડીયાબેટ ગોણથાણા ડુંગરબેટ, મેળકબેટ સુધી પશુધન સાથે પહોંચવા માલધારીઓ માટે સરળ રહે._________________________________________નવા રોડથી પલાસવાથી હળવદનું અંતર માત્ર 55 કિમિ થઈ જાય હાલ પલાસવાથી હળવદ સુધીનું અંતર 124 કિમિ છે. સૂરજબારી પુલ ઉપરથી જવાનું હોય ટ્રાફીકનો સામનો પણ કરવો પડે છે. જેથી સમય પણ વધુ ખર્ચાઈ છે. પણ નવો રોડ બને તો પલાસવાથી હળવદનું અંતર માત્રને માત્ર 55 કિમિ જ થઈ જશે. ખાસ વાત તો એ છે કે નવા રોડથી સુરજબારી પુલ ઉપરનું ટ્રાફિક ઘટી શકે એમ છે._________________________________________સૌરાષ્ટ્ર અને પૂર્વ કચ્છના યાત્રા સ્થાનોએ જતા યાત્રિકોને પણ સરળતા થશેસૌરાષ્ટ્રમાં પૂર્વ કચ્છની બાજુના વિસ્તારોમાં જ ચોટીલા, સરા, માટેલધામ, તરણેતર સહિતના ધાર્મિક સ્થળો આવેલ છે. જ્યારે પૂર્વ કચ્છમાં એકલ માતાજી, બાંભણકા, મોમાઈમોરા સહિતના ધાર્મિક સ્થળો તેમજ હડપ્પન સંસ્કૃતિનું સ્થળ ધોળાવીરા આવેલ છે. આ સ્થળો વચ્ચે આ રોડ પરિવહન એકદમ સરળ કરી શકે તેમ છે. _________________________________________સહેલાણીઓને નવો રોડ ટુ હેવન મળી શકે પલાસવા અને ટીકર વચ્ચેનો નવો રોડ નાના રણમાંથી પસાર કરવો પડે. આ જગ્યાએ પણ વર્ષના અમુક મહિનાઓમાં સફેદ ચાદર પથરાયેલી હોય છે. જેથી અહીં જો નવો રોડ બને તે રોડ ટુ હેવન બની શકે છે. એટલે અહીં પણ પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે._________________________________________મીઠા ઉદ્યોગને મોટા પ્રમાણમાં જમીન ફાળવણી અને વીજ પોલ ખડકવાથી પર્યાવરણને નુકસાની નહિ ?જાગૃત નાગરિક શકતાભાઈ નારણભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર પર્યાવરણ મુદ્દે આ રોડની મંજૂરી અટકાવવામાં આવી છે. તો અંદાજે 5 હજાર એકર જેટલી જગ્યા મીઠા ઉદ્યોગને આપી દેવાય ત્યારે પર્યાવરણનો મુદ્દો કેમ નડ્યો ન હતો. ઉપરાંત ગાગોદર થી કાનમેર પલાસવા વચ્ચે મોટું જંગલ ખાતાનું અભ્યારણ આવેલું છે. ગાગોદર સબ સ્ટેશનમાંથી 66 કેવી લાઈન જેટકો કંપની નાખી રહી છે. તેના વીજપોલ ખડકાઈ ગયા છે. અભ્યારણની જગ્યામાં થાંભલા લાગી ગયા છે. તો તેને પણ કેમ પર્યાવરણનો મૂદો નડતો નથી. તેવો સવાલ ઉદભવે છે._________________________________________