માળિયા (મિયાણા.) : માળિયા (મિયાણા.)ના નવલખી બંદર ખાતે સદગુરૂ શ્રી રાયસિંગ ભગતની જગ્યા નવલખી ગૌ સેવા રામા મંડળ ગૃપ દ્વારા આવતીકાલે તારીખ 15 ડિસેમ્બર ને રવિવારના રોજ નવલખી બંદર ખાતે આવેલા શ્રી રામદેવપીર મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં સંતો મહંતો પધરામણી કરશે. આ મહોત્સવમાં સવારે 8 કલાકે સામૈયા, સવારે 9 કલાકે હવન, સવારે 11 કલાકે મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ બપોરે 12 કલાકે મહા પ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ બપોરે 3 કલાકે શ્રીફળ હોમવામાં આવશે. સાંજે 5 કલાકે મહા આરતી થશે. તથા રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે મોરબીના સમગ્ર ભક્તોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.