ટંકારા : ટંકારા શહેર મધ્યે આવેલ શાક માર્કેટના થડાની આડમાં નશાનો વેપાર SOG ટીમે પકડી પાડ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ એવા ટંકારામાં શાક માર્કેટમાં ગાંજો પકડાતા આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. એક યુવાન શાકભાજી સાથે ગાંજો પણ વહેચતો હોય ચોક્કસ બાતમી આધારે મોરબી એસઓજીના પી.આઈ. પંડયા સહિતના સ્ટાફે રેડ કરી હોય શનિવારે ભરચક ટ્રાફિક વચ્ચે કાનુની કાર્યવાહી ચાલુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટંકારા ટાઉન ખાતે દેશી દારૂની રેડ કરી હતી. તો એક દિવસ પહેલા જુગારની રેડ કરી હતી. આજે સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા શહેરના ધમધમાટ વાળા માર્કેટમાથી નશિલા પ્રદાથ પકડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી રેડ કરતા ચકચાર મચી જવા પામી છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.