આજે તા. ૧૪ ડિસેમ્બર - રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ : ચાલો સૌ ઉર્જા સંરક્ષણનો કરીએ સંકલ્પવીજળીના કાર્યક્ષમ ઉપયોગથી વીજળીની બચત સાથે નાણાનો પણ થશે બચાવમોરબી : વિશ્વમાં દરેક ખૂણે જનસંખ્યાની સાથોસાથ ઉર્જાનો વપરાશ પણ વધતો જાય છે. આપણે રોજિંદા જીવનમાં ઘણા ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. જે માનવ જીવનની સામાન્ય જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન શક્ય નથી. એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે આપણે વીજળીનો ઉપયોગ ન કરતા હોઈએ. ભારતમાં બળતણ તરીકે લાકડાંનો ઉપયોગ થાય છે. ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગ માટે પૂરતી ઊર્જા ઉત્પન્ન કરે છે, પરંતુ, વધતી માંગને કારણે ભવિષ્યમાં તેની અછત સર્જાઈ શકે છે. જેથી ઊર્જા સંરક્ષણ દ્વારા ઊર્જાની બચત કરી શકાય છે. કોલસા દ્વારા થતું વીજ ઉત્પાદન મોંઘુ હોવાની સાથે પર્યાવરણને પણ ક્યાંકને ક્યાંક નુકસાન કરતું હોય છે, ત્યારે, ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ૧૪ ડિસેમ્બર, ૧૯૯૧ના વર્ષથી રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ માટે કેટલીક યોજનાઓ પણ ઘડવામાં આવી છે જેમ કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સૂર્ય શક્તિ કિસાન યોજના, સૂર્ય કૂકર યોજના અને હવે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. ઊર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુન: અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોને બચાવવાનો છે. જે અંતર્ગત આ વર્ષે પણ ઉર્જા બચત કરવા માટે લોકોને પ્રેરવામાં આવ્યા છે. તેનાં માટે ઘણા પગલાં લઈ શકાય છે.-વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો.-જરૂર વિના લાઇટ અને પંખા બંધ કરી દેવા અને ઈલેક્ટ્રીસીટી ઓછી વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.-સુર્યકુકરથી ભોજન બનાવી શકાય.-સોલાર બેટરી દ્વારા આપણે વીજળીનો પણ બચાવ કરી શકીએ છીએ.-બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરી શકાય છે. આ તકે, પીજીવીસીએલ દ્વારા ઊર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પબ્લિક સેમિનાર, રેલી, શેરી નાટકો, ગ્રામ સભા, શાળા સેમિનાર, કોલેજ સેમિનાર, ઔદ્યોગિક સેમિનાર, શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજીને શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ તથા શહેરી તેમજ ગ્રામ્ય જનતા વીજબચત, ઉર્જાબચત તેમજ ઉર્જાસંરક્ષણ કરવા માટે પ્રેરાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. ________________________________________વીજળી બચાવવા માટે આપણી ભૂમિકામકાનમાં આછા રંગની દિવાલો અને ફર્નિચરનો ઉપયોગ કરવો, શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો, ઇમારતોની ડિઝાઇન એવી બનાવવી કે દરવાજા અને બારીઓ દ્વારા કુદરતી પ્રકાશ તેમજ હવાનો મહત્તમ ઉપયોગ થાય, સામાન્ય લાઇટિંગને બદલે ચોકકસ જગ્યાએ ટાસ્ક લાઇટિંગનો ઉપયોગ કરવો, ISI માર્કા અને સ્ટાર રેટિંગવાળા ઉપકરણોનો ઉપયોગ, સૌર પેનલ્સ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનવું, ઉપયોગ ન કરતા હોય ત્યારે લાઇટ અને ઉપકરણોને બંધ કરવાની સતત ટેવ રાખવી, પાણીને ગરમ કરવા માટે ઈલેક્ટ્રીક વોટર હીટરના બદલે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો જોઈએ તથા નાગરિકોમાં પ્રોત્સાહન માટે તમારા દ્વારા કરવામાં આવેલી ઊર્જા બચતની માહિતી કુટુંબીજનો, મિત્રો અને પડોશીઓ સાથે શેર કરવી જોઈએ.________________________________________