મોરબી : આજે તારીખ 14 ડિસેમ્બર ને શનિવારના રોજ ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ આનંદ મેળામાં પાણીપુરી, ભુંગળા-બટાટા, મસાલા ચણા, ચોકો બોલ્સ, ભેળ, ઈડલી-સાંભાર, વરીયાળી શરબત, સેન્ડવીચ તથા ફ્રુટ ડીશ વગેરે જેવી વિવિધ વાનગીઓનો સમાવેશ કરાયો હતો. આ આનંદ મેળાનો હેતુ વિદ્યાર્થીઓ જાતે વાનગીઓ બનાવતા થાય તેમજ તેમાંથી થતી આવક અંગે પણ વિચાર કરતા થાય આથી વેપાર વાણિજ્ય અને ઘરનો બનાવેલો નાસ્તો એ તમામ હેતુ સિદ્ધ થાય. આનંદ મેળાના આયોજન બદલ શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.