મોરબી : મોરબીના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે આજ રોજ તારીખ 14-12-2024ના રોજ 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વાંકાનેર તાલુકાના કુલ 93 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, વ્હીલચેર, એમ.આર. કીટ, કેલિપર્સ જેવા દિવ્યાંગ બાળકોને ઉપયોગી વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરીને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મોરબીના આઈ.ઈ.ડી. કો.ઑર્ડીનેટર મુકેશભાઈ ડાભી ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત વાંકાનેર તાલુકાના બી.આર.સી. કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર અને એમ.આઈ.એસ. ઈરફાનભાઈ બાદી ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેર આઈ.ડી. ટીમે જહેમત ઊઠાવી હતી.