મોરબી : રવાપર તાલુકા શાળા દ્વારા આજે વ્યસન મુક્તિ અર્થે રવાપર રોડ પર રેલી કાઢવામાં આવી હતી. જેમાં જુદા-જુદા સ્લોગન સાથે બાળકોની રેલી નીકળી હતી. મહત્વનું છે કે, મોરબીમાં વ્યસનનો અતિરેક હોવાથી મોરબીના સારા ભવિષ્ય માટે સૌથી વધુ જન જાગૃતિ વ્યસન બાબતે જરૂરી હોવાથી શાળાના વ્યસન મુક્ત શિક્ષકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બીડી નર્કની સીડી, વીસ રૂપિયાનો માવો બરબાદીનો કેળો, થોડે પલ કી મજા સારી જિંદગી સજા, સે નો ટુ ડ્રગ્સ - સે યસ ટુ લાઇફ”, જેવા નારાથી વ્યસનમુક્તિ અભિયાનની શરૂઆત કરી હતી.