20 ડિસેમ્બરે એલઈ કોલેજ ખાતે છાત્ર ગર્જના કાર્યક્રમ યોજાશેમોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કોલેજમાંથી શરૂ થયેલા નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ABVP દ્વારા નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયાનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું છે. મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.નવનિર્માણ આંદોલનના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે અગામી 20 ડિસેમ્બરે સવારે 9 કલાકે મોરબીની એલઈ કોલેજ ખાતે છાત્ર ગર્જનાનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ છાત્ર શક્તિ યાત્રાના રથનો શુભારંભ થશે જે મોરબીના તમામ કોલેજ કેમ્પસ તથા સૌરાષ્ટ્ર કચ્છના કોલેજ કેમ્પસમાં રથ જશે. આ કાર્યક્રમમા ABVPના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે. જેનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું.