18 ડિસેમ્બર સુધી મોરબીના વિવિધ 9 સ્થળ પર અડદિયાનું બુકિંગ ચાલુમોરબી : મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલા રાષ્ટ્રીય સેવા મંડળ શ્રી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર (સંકુલ-1) ડો. કુસુમબેન અમૃતલાલ દોશી શ્રી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર (સંકુલ-2)માં રહેતા પ્રજ્ઞાચક્ષુઓના લાભાર્થે મોરબીમાં અડદિયાનું રાહતદરે વિતરણ કરવામાં આવનાર છે.શિયાળામાં લાભદાયક અડદિયા રાહતદરે મેળવવા માટે તારીખ 13 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુધીમાં બુકિંગ કરાવી બુકિંગ સ્થળ પરથી અડદિયા મેળવી લેવા જણાવાયું છે. એક કિલો અડદિયાના 400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. અડદિયાનો ઓર્ડર બુક કરાવવા માટે મોરબીમાં વિવિધ 9 સ્થળ પર બુકિંગ ચાલુ છે. જેમાં (1) મે. ગણેશ સિમેન્ટ કું, જીઆઈડીસી, શનાળા રોડ, મોરબી, મો.નં. 9228897372 (2) સેલ્યુલર વર્લ્ડ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ મોરબી, મો.નં. 9925144933 (3) વન અપ ટેલિકોમ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, મોરબી, મો.નં. 9090588888 (4) રાજ પ્લાસ્ટિક, પરા બજાર, સૌરાષ્ટ્ર હોટલની સામે, મોરબી, મો.નં. 9402105252 (5) કવિન્સ કેક, વસંત પ્લોટ, સ્ટેવેલ જીમની બાજુમાં, શનાળા રોડ, મોરબી, મો.નં. 9376652360 (6) પટેલ એન્ડ પટેલ પાન, ઈન્ડસઈન્ડ બેંકની બાજુમાં, રવાપર રોડ, મોરબી, મો.નં. 9978098984 (7) હુસૈના જનરલ સ્ટોર, નાની બજાર, સુથાર શેરીના નાકે, મોરબી, મો.નં. 9228848531 (8) સુદિપ આંખ હોસ્પિટલ, વ્રજ હોસ્પિટલની બાજુમાં, સાવસર પ્લોટ-11, મોરબી, મો.નં. 9574171308 (9) ન્યૂ પટેલ પાન, વૃંદાવન પાર્ક સોસાયટીની બાજુમાં, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ, મોરબી-2, મો.નં. 9574171308 પર બુકિંગ કરાવી શકાશે અને ઓર્ડર પણ ત્યાંથી જ મેળવી શકાશે. 20 કિલોના ઓર્ડર સાથે હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવશે. અડદિયા વિતરણ દ્વારા થયેલ નફો અંધજનોને આપવામાં આવશે.