ટંકારા : ટંકારાના ધ્રુવનગર ગામે ઘાસના ઢગલામાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. લજાઈ નજીક એક ફેકટરીમાં આગ બુઝાવી ફાયર ટિમ પરત ફરી રહી હતી. ત્યાં ટિમ અહીં આગની માહિતી મળતા ત્યાં આગ બુઝાવવા ઘટના સ્થળે દોડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સતત બે દિવસ રવાપર ગામ પાસે આગના બનાવ બન્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે આજે સવારે લજાઈ નજીક ફેકટરીમાં આગ લાગી હતી અને હવે ફરી ધ્રૂવનગર ગામે આગનો બનાવ બન્યો છે. આમ ત્રણ જ દિવસમાં આ ચોથો આગનો બનાવ બન્યો છે.(ફાઈલ ફોટો )