તાલુકા પોલીસે નવજાત બાળકને ત્યજી દેનારી અજાણી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધ્યોમોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પેકેજીંગ કારખાનાના લેબર કવાટર્સ નજીક કોઈ અજાણી મહિલાએ નવજાત બાળકનો જન્મ છુપાવવામાં ઇરાદે મૃત બાળકને ત્યજી દેતા તાલુકા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુંન્હો દાખલ કરી મહિલાની શોધખોળ શરૂ કરી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પકેજિંગ કારખાનાના લેબર કવાટર્સ નજીક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ઘટના અંગે કુલદીપભાઈ દિલીપભાઈ વિરમગામાએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ જન્મ સમયે કે જન્મ બાદ બાળકનો જન્મ છુપાવવાને ઇરાદે મૃત બાળકને ત્યજી દેવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.