ગુવારના ભાવમાં વધારો, પ્રતિ મણે 200 રૂપિયા વધી 1400 રૂપિયા ભાવ પહોંચ્યોમોરબી : આજ રોજ તારીખ 14 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, અડદ, ચણા સહિતના પાકોની આવક થઈ છે. આજ રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1855 ક્વિન્ટલ એટલે કે 9275 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1491 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 145 ક્વિન્ટલ ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 751, તલના 2468, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1074 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4422, બાજરાના 599, જુવારના 780, અડદના 1492 અને ચણાના 1229 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 640 રૂપિયા ભાવ બોલાયા છે.