મોરબી : મોરબીના જાંબુડિયા પાવર હાઉસ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. બે ટ્રક વચ્ચે અકસ્માત થતા જાંબુડિયાથી શક્તિ ચેમ્બર સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે. વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે. જાંબુડિયાથી શક્તિ ચેમ્બર સુધી આશરે પાચેક કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહનચાલકોને સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. ટ્રકચાલકોનું કહેવું છે કે, આ રોડ પર અવાર નવાર ટ્રાફિકજામ થાય છે. તંત્ર દ્વારા હાઈવે પર કટ બંધ કરી દીધી હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.