મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે. જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે. જો કે મોરબીમાં તાપમાન માપવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સચોટ માહિતી મળતી નથી. પણ મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોચ્યું હોવાનું અનુમાન છે. ખાસ કરીને છેલ્લા થોડા દિવસોમાં ઠંડી વધી જતાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. આજે પણ વહેલી સવારથી ઠંડો પવન નીકળ્યો હોય, લોકો સ્વેટર કે સાલમા લપેટાયને કામ સબબ બહાર નીકળી રહ્યા છે.