હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે સ્વ. માધુભાઈ ડુંગરસંગ ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 14 ડિસેમ્બર ને શનિવારે રાત્રે 10 કલાકે ચાડધ્રા ગામે સ્વ. માધુભાઈ ગઢવીના પુત્ર જયરાજસિંહ ગઢવી અને હિતેશભાઈ ગઢવી દ્વારા પિતાને શ્રદ્ધાંજલિ-ભાવાંજલિ પાઠવવા સંતવાણી લોકડાયરાનું આયોજન કરાયું છે. આ સંતવાણી લોકડાયરામાં દેવાયતભાઈ ખવડ, ધીરુભાઈ સરવૈયા, પ્રદિપભાઈ ગઢવી, રાજુભાઈ ગઢવી (સ્ટેજ સંચાલક), આદિત્ય ખાડિયા, અનુભા બાવળી, હકાભા ગઢવી, પ્રવીણભાઈ ગઢવી, તન્વીબેન ગઢવી અને અભિષેક ગઢવી ઉપસ્થિત રહેશે. તો આ સંતવાણી લોકડાયરામાં પધારવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.