ટંકારા : પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ક્યુઆર સ્કેન કરી અથવા લિંકમાં જઈ વિગતો ભરી દેવાથી ઓનલાઈન અરજી કરી શકાશે. ત્યારબાદ અરજી અંગે નગરપાલિકા અને એએચએમ દ્વારા લાભાર્થીનું વેરીફીકેશન કરીને મુખ્યત્વે બીએલસી- પોતાના પ્લોટમાં મકાનનું બાંધકામ માટે અને એચ- જમીન કે મકાન ન હોય તેવા લોકો માટે સરકારી જમીનમાં આવાસ યોજના બનાવીને મકાન પૂરું પાડવામાં આવશે. જેથી ઘર વિહોણા લોકોને નોંધણી કરાવવા ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ અપીલ કરી છે. વધુમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની સૂચનાથી વધુમાં વધુ લોકો યોજના માટે નોંધણી કરાવે તેમ જણાવાયુ છે.https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx