મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સેડો લાઈટ નાખવા બાબતે મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે.સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, મોરબી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સેડો લાઈટ ન હોવાના કારણે અકસ્માતના દર્દીઓ આવતા હોય ત્યારે ડોક્ટરોને ટાંકા લેવા માટે તકલીફ પડી રહી છે. આવા વખતે ડોક્ટરોને બે-ત્રણ મોબાઈલની ટોર્ચ લાઈટ કરીને ટાકા લેવા પડી રહ્યા છે. સાથે જ ઈમરજન્સી વોર્ડમાં બે બેડમાં ઓક્સિજન પોઈન્ટ આપવા પણ રજૂઆત કરાઈ છે. તેથી તાત્કાલિક ધોરણે સેડો લાઈટ નાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.