શાળાના 8 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચાર-પ્રસાર કરી ચૂંટણી લડ્યામોરબી : મોરબીની નીલકંઠ સ્કૂલમાં ચૂંટણી પ્રક્રિયા યોજીને છાત્રોને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું હતું. શાળાના 8 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચાર-પ્રસાર કરી ચૂંટણી લડ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં બાળકોએ જ્ઞાન સાથે ગમ્મત પણ અનુભવી હતી.મોરબીમાં નીલકંઠ સ્કૂલમાં ધો.6થી 8 સામાજીક વિજ્ઞાનમાં ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયાના પાઠ આવે છે. તેનું જ્ઞાન મળે અને ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેનું વાસ્તવિક જ્ઞાન મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફોર્મ કઈ રીતે ભરવાના, ઉમેદવારી ફોર્મ રિજેક્ટ કઈ રીતે થાય વગેરે જ્ઞાન આપવામાં આવ્યું હતું.શાળાના 8 વિદ્યાર્થીઓ ઉમેદવાર બન્યા હતા અને તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉમેદવારોએ 8 દિવસ પ્રચાર કર્યો હતો. બાદમાં અન્ય વિદ્યાર્થીઓએ મતદાર બની મતદાન પણ કર્યું હતું. ત્યારબાદ અંતમાં મતગણતરી પણ હાથ ધરવામાં આવી હતી. આમ ચૂંટણી પ્રક્રિયાનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.