મોરબી : મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે આગામી તા. 19-12-2024ના રોજ GJ-36-AQ અંતર્ગત 1 થી 9999 સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવશે. તેથી પોતાની પસંદગીના નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ. 2000/- , ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. 8000/- તથા સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ. 3500/- સરકારના નિયમ અનુસાર ભરવાની રહેશે.જેમાં ગોલ્ડન નંબરની સિરીઝમાં 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9009, 9090, 9099, 9909, 9990, 9999- આ નંબર માટે રૂ. 8000/- ની ફી નિર્ધારીત કરવામાં આવી છે.તેમજ સિલ્વર નંબરની સિરીઝમાં 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181- આ નંબર માટે રૂ.3500/- ની ફી નિર્ધારિત કરવામાં આવી છે.આ સિવાય ઉકત જણાવેલા નંબરો સિવાયના અન્ય નંબરો માટે રૂ. 2000/- ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઈ- ઓક્શનથી જ કરવામાં આવશે. GJ- 36- AQ સીરીઝમાં પસંદગીના નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/ કર મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલા હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાનમાં લેવામાં આવશે.પસંદગીના નંબરો મેળવવા માટે આગામી તારીખ 19-12-2024ના સાંજના 4 કલાકથી આગામી તારીખ 25-12-2024ના સાંજના 4 સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગામી તારીખ 25-12-2024 સાંજના 4 કલાકથી આગામી તારીખ 27-12-2024ના સાંજના 4 કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે.આગામી તારીખ 27-12-2024ના રોજ સાંજના 5 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ- ઓક્શનનું પરિણામ જાહેર થશે. જે પરિવહન વેબસાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. આ સિવાય પસંદગીના નંબરના અરજદારે પુછપરછ કરવા માટે રૂબરૂ સંપર્ક સાધવો નહિ. વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN આ વેબસાઈટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે.ત્યારબાદ ઉપરોક્ત વેબસાઈટ પર લોગ ઈન કરીને વાહન ખરીદીના 7 દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. ઈ- ઓક્શનની પ્રક્રિયા દરમ્યાન વાહન સોફ્ટવેરમાં તથા અન્ય કોઈ ટેક્નિકલ અનિયમિતતા ઉભી થશે તો તેનુ યાંત્રિક નિવારણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઈ- ઓક્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવાપાત્ર થતી રકમ દિવસ- 2માં ઈ- પેયમેન્ટ દ્વારા ચુકવણું કરવાનું રહેશે. સફળ અરજદારોએ સુનિશ્ચિત કરાયેલી સમય મર્યાદામાં બીડની રકમનું ઈ- પેયમેન્ટ કરીને ફોર્મ એ.આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે જમા કરવામાં અરજદાર નિષ્ફ્ળ જશે તો ભરપાઈ કરેલી રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ પેયમેન્ટ વગરની અરજીઓને રદબાતલ ગણવામાં આવશે.વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત જણાવેલા સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. પસંદગી નંબરની ફાળવણી દરમ્યાન કોઈ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સર્વે અરજદારોએ ખાસ નોંધ લેવી, તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.