ગ્રાન્ટ ઈન એડ કોલેજના રેન્કિંગમાં 60 વર્ષ જૂની આ કોલેજ મોરબી જિલ્લામાં અગ્રસ્થાને રહીમોરબી : મોરબીની મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજને 3 સ્ટાર રેન્કિંગ મળ્યું છે. આ કોલેજ રેન્કિંગમાં સમગ્ર મોરબી જિલ્લામાં અગ્રસ્થાને રહી છે.રાજ્યની ગ્રાન્ટ ઈન એડ કોલેજના ગુજરાત સ્ટેટ રેન્કિંગ (GSIRF)માં મોરબીની 60વર્ષ જૂની મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજે 3 સ્ટાર સાથે મોરબી જિલ્લામાં અગ્ર સ્થાને રહીને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. કોલેજની આ ઉપલબ્ધી બદલ કોલેજના પ્રિન્સીપાલ ડો. એચ. સી. માંડવીયા તથા સમગ્ર સ્ટાફને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા, મંત્રી રજનીભાઇ તથા દેવાંગભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.