તાલુકા પોલીસની ટીમે ૩૩૫ બોટલ દારૂ અને ૭૨ બિયર સાથે એક શખ્સની ધરપકડ કરીમોરબી : જુના ઘુંટુ રોડ ઉપર એક ટ્રેઇલરમાં માટીની બોરીની આડમાં છુપાવેલ રૂ.૩.૨૪ લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે એક ટ્રેલર નં. RJ-03 GA-7734માં માટીની બોરીની આડમાં ઇંગ્લીશદારૂ નો જથ્થો રાખી મોરબી તાલુકાના ઘૂંટુ તરફ થી મોરબી બાજુ આવનાર છે. જેના આધારે ટીમે સીમ્પોલો સીરામીકના કવાર્ટર પાસે વોચ ગોઠવી ચેક કરતા ટ્રેઇલરના ઠાઠામાં જોતા માટી ની બોરીઓની આડમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૩૫ કી.રૂ ૩,૧૭,૭૧૨/- તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭૨૦૦/- તથા ટ્રેઇલર -કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૩,૨૪,૯૧૨/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેઇલર ચાલક નિયાઝ ઘીસાજી કાઠાત ઉવ.૨૩ રહે.પાલી,રાજસ્થાનવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સેક્ટર એન આર. મકવાણા, પો.સ.ઇ. એસ.એન.સંગારકા, એ.એસ.આઇ સબળસિંહ સોલકી, પોલીસ હેડ કોન્સ. મહાવીરસિંહ પરમાર, ચંન્દ્રસિંહ પઢીયાર, દેવશીભાઇ મોરી, પોલીસ કોન્સ. અરવિંદભાઇ મકવાણા, રમેશભાઇ મુંધવા, કેતનભાઇ અજાણા, કુલદીપભાઈ કાનગડ, ભગીરથભાઇ લોખીલ, શક્તિસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, દિપસિંહ ચૌહાણ, ચરાવંતસિંહ ઝાલા, અજયભાઇ લાવડીયા, યોગેશદાન ગઢવી રોકાયેલ હતા.