મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ડી.જી. લાયન રમેશભાઈ રૂપાલા અને સેક્રેટરી લાયન ત્રિભોવનભાઈ સી. ફુલતરીયા તેમજ ખજાનચી લાયન મણીલાલ જે. કાવર અને લાયન સભ્ય માદેવભાઈ ચીખલીયા તેમજ સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને કેન્દ્ર સંચાલિકા કાજલબેન જાનીના હસ્તે સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફમોરબી સિટીના પ્રેસિડેન્ટ લાયન કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન તળે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ મોરબી સિટી આવા સેવાકીય પ્રોજેક્ટ કરીને સામાન્ય પરિવારના બહેનોને પગભર કરવાનો એક પ્રકલ્પ કરી રહ્યા છે. સર્ટિફિકેટથી લાભાર્થી બહેનોને રોજી રોટી મળે એ ભાવના સાથે લાયન્સ મોરબી સિટી આવા પ્રોજેક્ટ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટના સૌજન્ય દાતા લાયન મણીભાઈ જે કાવર તથા કૃષ્ણ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ હતા તેમનો લાયન પરિવાર ખૂબ ખૂબ આભાર માન્યો છે તેમ લાયન સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવે છે. મહત્વનું છે કે, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અનેક સેવાકીય પ્રોજેક્ટ કરે છે. તેમાં રણછોડનગર સોસાયટી નવલખીરોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે 15 લાભાર્થી બહેનોને ત્રણ માસના કોષ પછી તેઓ પોતાની રીતે પગભર થાય અને પોતાનું તથા તેમના કુટુંબનું આર્થિક પોષણ કરી શકે તે માટે સંસ્થા દ્વારા સિવણકેન્દ્ર ચલાવતા બહેનોના લાભાર્થે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું છે.