મોરબી : ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજસિંહ શેખાવત આજે મોરબી અને હળવદના પ્રવાસે આવી રહ્યા છે. આજે તારીખ 13 ડિસેમ્બરના રોજ હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે 4 વાગે થી 5 વાગે ડો. રાજસિંહ શેખાવત હાજરી આપશે. ત્યારબાદ સાંજે 7 વાગે મોરબીમાં માળિયા હાઈવે પર ઉમિયા પરોઠા હાઉસની પાછળ આવેલા ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર પહોંચશે. જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ક્ષત્રિય કરણી સેનાના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામસિંહ સેંગરે સમસ્ત રાજપૂત સમાજને મોટી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.