મોરબી : નવયુગ કોલેજમાં આજે પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો હતો. ડૉ. જે. જે. રાવલ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈના ડિરેક્ટર રહી ચુક્યા છે, હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલીના પ્રેસિડેન્ટ છે. આ સેમિનારમાં એમ. એમ. શાહ બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.આ સેમિનારમાં દ્વારા બ્રમ્હાંડની માહિતી આપવામાં આવી હતી. જેમાં ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી,lagrange point વિશે માહિતી, ભારત ના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી, અભિમાનના કરવું જોઈએ, simple leaving and High thinking જેવી અનેક બાબતો પર શીખો વિદ્યાર્થીઓને આપી હતી. આ સેમિનાર સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા.