અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો, મૃતકના પત્નીએ નોંધાવી ફરિયાદમોરબી : માળીયા મિયાણા - અમદાવાદ હાઈવે ઉપર અણીયારી ગામની સીમમાં ચાર મહિના પૂર્વે રાજસ્થાની યુવાનનું મૃત્યુ થયાના કિસ્સામાં આ યુવાનને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદને આધારે તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવમાં આવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા - અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ગામની સીમમાં મોરબીના રહેવાસી ગોવિંદભાઇ દેસાઈની વાડીના શેઢે રાજસ્થાનના બાસવાડા જિલ્લાના વતની સંજય મોહનભાઇ મહવઇ ઉ.35 નામના યુવાનનો ગત તા.25 ઓગસ્ટ 2024ના રોજ ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ ગઈકાલે આ બનાવ મામલે મૃતકના પત્ની કુરિબેન સંજયભાઈ મહવઇની ફરિયાદના આધારે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો. આ બનાવમાં મૃતકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.