મોરબી : આજ રોજ ડીસ્ટ્રીક ટોબેકો કન્ટ્રોલ- મોરબીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડીકલ ઓફિસર ડો. સંજય જીવાણી અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ગામ ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના વિસ્તારના લોકોમાં તમાંકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ફેફ્સાના રોગો ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે રંગપર પ્રાથમિક શાળામાં વક્તૃત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રંગપર શાળાના શિક્ષકો અને ટીમ રંગપરના CHO, MPHW, FHWએ જહેમત ઉઠાવી હતી.