સીટી એ ડિવિઝન પોલીસે છ બાઈક કબ્જે કર્યામોરબી : મોરબી શહેરના ત્રિકોણબાગ પાર્કિંગમાંથી છેલ્લા એકાદ બે મહિનામાં જ અનેક વાહનોની ચોરી થઈ હોવાની એક પછી એક ફરિયાદો નોંધાઇ છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે એક, બે નહિ પરંતુ છ - છ બાઇકની ચોરી કરનાર તસ્કરને ઝડપી લઈ રૂપિયા 1.35 લાખના ચોરીમાં ગયેલા બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.મોરબી શહેરના ત્રિકોણબાગ પાર્કિંગમાંથી ઉપરા છાપરી વાહન ચોરીના બનાવો બનતા સીટી એ ડિવિઝન પોલીસે બાતમીદારોને કામે લગાડી નેત્રમ સીસીટીવી કેમરા મારફતે તપાસ કરી વોચ ગોઠવી નવલખી ફાટક પાસેથી આરોપી વિમલગીરી રમણિકગીરી મેઘનાથી રહે.એસ્સાર પમ્પ પાછળ નીલકંઠ સોસાયટી, સામાકાંઠા મોરબી મૂળ રહે.વાવડી, ધોરાજી વાળાને ઝડપી લઈ ત્રિકોણબાગ તેમજ તખ્તસિંહજી રોડ ઉપરથી ચોરેલા છ બાઈક કિંમત રૂપિયા 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પાતળિયા, એએસઆઈ રાજદીપસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા, અંબાપ્રતાપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હિતેશભાઈ ચાવડા, અરજણભાઈ ગરિયા, કપિલભાઈ ગુર્જર અને સિદ્ધરાજસિંહ જાડેજાએ કરી હતી.