મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામ કરતા આશરે 170 જેટલા સફાઈ કામદારોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પગારની પૂરી રકમ અપાવવા રજૂઆત કરી છે.સફાઈ કામદારોએ જણાવ્યું છે કે, તેઓને આ કામના કોન્ટ્રાક્ટર આર.એમ એસોસિએટ દર મહિને 13,500 લેખે પગાર ચૂકવી રહ્યા છે. ખરેખર ઓનલાઇન ચેક કરતા તેઓનો પગાર 23,786 બતાવી રહ્યો છે. તેથી સફાઈ કામદારોની માંગ છે કે, તેઓનો પગાર વધારવામાં આવે અને પીએફ કાપવામાં આવે અને તેઓને મળતું ભથ્થું અને દિવાળી બોનસ પણ આપવામાં આવે. સાથે જ 11 માસથી પગાર સ્લીપ આપવામાં આવી નથી જે દર મહિને પગાર સ્લીપ આપવામાં આવે અને હક્ક રજા પણ આપવામાં આવતી નથી તે પણ આપવામાં આવે તેવી સફાઈ કામદારોએ રજૂઆત કરી છે.