મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એક જરૂરતમંદ લક્ષ્મી સ્વરૂપ દીકરીને લગ્નસરાની ચીજ વસ્તુઓ જેવી કે ૧૩ નંગ સાડીઓ, ડિનર સેટ, કૂકર, જગ, તપેલીઓનો સેટ, ચાંદીની પાયલ સહીત અનેક જરૂરી નાની મોટી વસ્તુઓ આપ્યા બાદ આવતીકાલે 13 ડિસેમ્બરે જયારે એ દીકરી એના નવજીવનના પથ પર નીકળી લગ્નગ્રંથિથી જોડાવાની છે. ત્યારે આ સંસ્થાની મહિલાઓએ પોતાના હાથે હોંસે હોંસે એ દીકરીને મહેંદી મુકી આપી રોકડ રકમ આપવા સાથે અન્ય ભેટસોગાથો પણ આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા આવા માનવ સેવા અને સમાજ સેવા ના ઘણા કાર્યો કરવામાં આવે છે જેના દ્વારા એ સમાજના બધા લોકો પાસે આવી અપેક્ષા રાખે છે કે તેમને પણ આવા અમુક સમાજ સેવાના કાર્યો કરવા જોઈએ. આવા કાર્યો કરવાનું આશય આ સંસ્થાનો ફક્ત એટલોજ છે કે સમાજ ના બધા લોકોના મોં પર મુસ્કાન લાવી શકે. તેમ યાદીમાં જણાવાયું છે.