રાહતદરે શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક, ચીકીનું વિતરણ અવિરતપણે ચાલુમોરબી : પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા, બાદમપાક, ગુંદરપાક તેમજ વિવિધ પ્રકારની ચીકીનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે.અડદીયા, બદામપાક, ગુંદરપાક તેમજ પારસમણી ગોળમાંથી બનેલ વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયાનું વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયાનું વિતરણ કરવામાં આવશે. અડદીયા (પ્રતિ કીલો રૂ.350), બદામપાક (રૂ.250/500 ગ્રામ), ગુંદરપાક (રૂ.200/500 ગ્રામ), પારસમણી ગોળની ચીકી (પ્રતિ કીલો રૂ.160) મળી રહેશે. આ મીઠાઈ મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવા જણાવાયું છે.