ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યોજાશે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમમોરબી : આરોગ્ય ભરતી (સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત પ્રદેશ) દ્વારા 15 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબી ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય ભારતીનો પરિચય અને રાષ્ટ્ર કક્ષાએ કામગીરી, આરોગ્ય મિત્ર, કિશોરાવસ્થા સ્વાસ્થ્ય જેવા આરોગ્ય ભારતીના વિવિધ આયામો વિશે માહિતગાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અવધ કિશોરજી (ગુજરાત પ્રદેશ સંગઠન સચિવ), પ્રકાશભાઈ ટીપરે (સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ), ડો. વર્ષાબેન પટેલ (સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારીની ગર્ભસંસ્કારન) વગેરે મહેમાન ઉપસ્થિત રહેશે. 15 ડિસેમ્બરના રોજ મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સવારે 10 થી બપોરે 12-30 વાગ્યા સુધી આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાશે.પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા ઈચ્છતા નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે https://forms.gle/WPPvUivn8R2z64hZ6 લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે પ્રાંત કાર્યકારણી સભ્ય વાલજીભાઈ પી. ડાભી (મો.નં. 95862 82527)નો સંપર્ક કરવા જણાવાયું છે.