અગાઉ મોરબી જિલ્લો નવો બન્યો ત્યારે આ શિક્ષકો ખોટા વિકલ્પથી અહીં આવ્યા હતા, હવે તેઓની મૂળ જિલ્લામાં બદલીમોરબી : વર્ષ 2016માં મોરબી જિલ્લો બન્યો ત્યારે 7 શિક્ષકો ખોટા વિકલ્પના કારણે રાજકોટથી મોરબી જિલ્લામાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે આ શિક્ષકોને તેમના મૂળ રાજકોટ જિલ્લામાં મૂકી દેવામાં આવ્યા છે. તેમાં માધાપરવાડી કુમાર પ્રાથમિક શાળાના કાનગડ દિનેશભાઇ કાનજીભાઈ, ખીરઇ તાલુકા શાળાના ખાટારિયા મિતાબેન ભગાભાઈ, જુના ઢુંવા તાલુકા શાળા રાઠોડ હિતેશભાઈ સનતભાઈ, મોરબી તાલુકા શાળા નં.2ના કરોત્રા નમ્રતાબેન જીવાભાઈ, ઓટાળા પ્રાથમિક શાળાના સોલંકી માધુરીબેન અમૃતભાઈ, આંદરણા પ્રાથમિક શાળાના ગડારા પ્રીતિબેન દામજીભાઈ અને નવા જાંબુડીયા પ્રાથમિક શાળાનાજીવાણી સતિષભાઈ અંબારામભાઈનો સમાવેશ થાય છે.