કેશવાનંદ બાપુની 25મી પૂણ્યતિથિએ ગુરુયાગ અને સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજનમોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ કેશવાનંદ બાપુની 25મી પૂણ્યતિથિ નિમિત્તે સંતવાણી તથા ગુરુયાગ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.15 ડિસેમ્બરે દત્ત જયંતી નિમિત્તે સવારે 7 કલાકે ગુરુયાગ તથા બપોરે 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાંજે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક લલીતાબેન ઘોડાદ્રા, જનકભાઈ વેગડ, ધીરજભાઈ ઓડેદરા, ભગવાનજીભાઈ બોરીચા, ઉત્સાદ અનિલભાઈ પરમાર, લાલાભાઈ, સંદિપભાઈ ડોડીયા, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, વાયોલીનવાદક આનંદભાઈ મકવાણા, મંજીરાવાદક રમેશભાઈ, ભરતભાઈ અને સ્ટેજ સંચાલક ડૌ. શૈલેષભાઈ સી. રાવલ (ગઝલ ગાયક) ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમમાં પધારી સંત દર્શન અને સંતવાણીનો લ્હાવો લેવા સેવક ગણને શાંતિવન આશ્રમ તરફથી આમંત્રણ પાઠવાયું છે.