મોરબી : લજાઈ ગામે શ્રી દેવદયા માધ્યમિક શાળામા ઇસ્કોનના ભક્તો દ્વારા ગીતા જયંતી ઉજવાઈ હતી. દરેક વિદ્યાર્થીઓને સ્વ મનુભાઈ ઉકાભાઇ ભાલોડીયાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બિઝ કોર્પોરેશન દ્વારા શ્રીમદ્દ ભગવદ્ ગીતા તેના મૂળરૂપે અર્પણ કરી વિદ્યાર્થીઓને ગીતા જ્ઞાન પીરસાયું હતું. આ વેળાએ અભીભાઈ ભાલોડીયા, રજનીભાઈ વામજા સહિતના જોડાયા હતા.