મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેલા (રંગપર) ગામની સીમમાં એસીસી સિરામિક ફેકટરી સામે દરોડો પાડી જાહેરમાં પાના ટીચતા આરોપી 1. મુન્નાભાઇ ઉર્ફે લાલો અનવરભાઇ રાજા 2. સાહીલભાઇ ઓસમાણભાઇ નારેજા 3. હસમુખભાઇ માવજીભાઇ રૂપાલા અને 4. અજયભાઇ નાનજીભાઇ જેઠલોજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 28,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.