મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે 01 યુએમ 0340 નંબરનું બાઇક પહેલા ટ્રેલર સાથે ત્યારબાદ ડમ્પર સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.