હળવદ : હળવદની પરીક્ષિત લેમિનેટ પ્રાઇવેટ લિમિટેડ અને એચ.ડી.એફ.સી. બેન્કના સહયોગથી સંસ્કાર બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 63 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભાવેશભાઈ કાલરીયા, મહેશભાઈ કાચરોલા અને હિતેનભાઈ ડાભી એ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, પરીક્ષિત લેમિનેટ પરિવાર, એચ.ડી.એફ સી. બેન્ક હળવદ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.