મોરબી : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા)ના સપોર્ટથી મોરબી જિલ્લાના ઉમા ટાઉનશીપ ખાતે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલઆંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા 4 દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા કારીગરોને ભરતકામ ડીઝાઈનનો અભ્યાસ, ભરતકામમાં ઉપયોગમાં લેવાતા જુદી-જુદી પ્રકારના ટાંકા પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સાધન -સામગ્રી (ટુલકીટ) વિશે ઉંડાણપુર્વક સમજ આપવામાં આવી, પ્રોડક્ટ મેજરમેન્ટ ટેકનિક, પ્રોડક્ટ ડ્રાફટિંગ ટેકનિક, પ્રોડક્ટ કટીંગ ટેકનિક, ફોટોફ્રેમ, મેરેજ પોટલી, વિઝિટીંગ કાર્ડ, એ.ટી.એમ. કાર્ડ ફોલ્ડર, પાસપોર્ટ સાઈઝ ફોલ્ડર પર ભરતકામની જુદી- જુદી ડીઝાઈન બનાવવા માટે જરૂરી માર્ગદર્શનકારીગરોને પ્રેકટીકલ પ્રોડકટ બનાવીને શિખવવામાં આવ્યું હતું, કારીગરો દ્વારા તૈયાર કરેલી પ્રોડકટની ગુણવતાના આધારે ગ્રેડિંગ કરીને તેને માર્કેટમાં મુકવા માટે કિંમત નક્કી કરી. જેનાથી આગામી સમયમાં તેના વધારે ઑર્ડર મળે. તાલીમ દરમિયાન કારીગરો પણ પોતાની આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તેવા ઉદેશ્ય માટે તાલીમ વખતે જે શિખવા મળ્યું જેમાંથી તેઓ નવી- નવીડીઝાઈન બનાવતા શિખ્યા છે.આ ચાર દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાર્યક્ર્મ ( કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્ર્મ) દરમ્યાન ઉમા ટાઉનશીપના 30 કારીગર બહેનો જોડાયા હતા. આ તાલીમમાં EDII, માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના- મોરબીના પ્રતિનિધિઓ - અને યુનિક સ્કુલના મેનેજમેંટ - મોરબીમાંથી આવેલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.