મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામે સમસ્ત અજાણાં પરીવાર દ્વારા શ્રી કારીયા ઠાકર મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 14 એ સંતવાણી અને તા.15એ પ્રાણપ્રતિષ્ઠા એમ બે દિવસ સુધી આ મહોત્સવ ચાલશે. જેમાં હવન, સંતવાણી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમસ્ત મચ્છુ કાંઠા તેમજ હાલાર રબારી સમાજને આ મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવાવમાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.