બે શખ્સોએ આધેડને કડલા ફટકારી માથું ફોડી નાખ્યુંવાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીકથી ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડવા મામલે બે રીક્ષા ચાલકોએ આધેડ રીક્ષા ચાલક સાથે ઝઘડો કરી માર મારી માથામાં કડલું ઝીકી માથું ફોડી નાખી જાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર - મોરબી હાઇવે ઉપર સરતાનપર ચોકડી પાસેથી ફરિયાદી ભીખાભાઇ નાજાભાઈ ચૌહાણ રહે.રફાળેશ્વર, મછોનગર મોરબી વાળાએ એક મુસાફરને પોતાની રીક્ષામાં બેસાડતા આગળ જતાં આરોપી કાળું પરબત ભરવાડ અને ભૂરા પરબત ભરવાડ રહે.બન્ને પલાસ તા.વાંકાનેર વાળાએ ભીખાભાઇ સાથે ઝઘડો કરી અમે અહીં વારામાં ઉભા છીએ છતાં તમે કેમ આડેથી પેસેન્જર બેસાડો છો તેમ કહેતા ભીખાભાઈએ આગળથી પેસેન્જર બેસાડયા હોવાનું કહેવા છતાં આરોપીઓએ ઝઘડો કરી જાતિ પ્રત્યે હડધૂત કરી આડેધડ માર મારી હાથમાં પહેરેલ કડલું માથામાં ફટકારી માથું ફોડી નાખતા બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુંન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.