18માંથી 12 ઉમેદવારોએ આજે ફોર્મ પરત ખેંચ્યા, હવે તા.20એ માત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે જ ચૂંટણી યોજાશેવાંકાનેર : વાંકાનેર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચાતા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી થઈ ગઈ છે. હવે માત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે જ ચૂંટણી યોજવામા આવશે.આજ રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોય કુલ 18 ઉમેદવારો પૈકી 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂક ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. હવે ફક્ત જોઈન્ટ સેક્રેટરી ના પદ માટે મીનાક્ષીબેન વોરા અને સીરાક્મુદીન શેરસિયા વચ્ચે આગામી તા.20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.