આવતીકાલે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળે તેવી શક્યતા ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાઘગઢ ગામ નેશનલ પંચાયત એવોર્ડ માટે ગુજરાતમાંથી પસંદગી પામી નોમિનેટ થઈને નેશનલ કક્ષાએ પહોંચ્યું છે ત્યારે આવતીકાલે 11 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં નેશનલ પંચાયત એવોર્ડ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતમાંથી 42 લોકો આ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાં વાઘગઢ ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયા, તલાટી કમ મંત્રી હરદેવસિંહ જાડેજા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉર્મિલાબેન માંડવીયા, ડેપ્યુટી DDO એન. ડી. કુગસિયા, તાલુકા વિકાસ અધિકારી વાય. એમ. રાવલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી ઉપસ્થિત રહેશે. ત્યારે આવતીકાલે મોરબી જિલ્લાને એવોર્ડ મળે તેવી પૂરી સંભાવના વ્યકત કરવામાં આવી છે.