કાયમી ધોરણે લાઇટો તથા સીસીટીવી કેમેરા નાખવા અંગે સામાજિક કાર્યકરો દ્વારા કરાઈ માંગ મોરબી : મોરબીમાં આવેલી પોસ્ટ ઓફીસની સામે વેલ ગાંધીબાગમાં ટુ વ્હિલર અને અનેક મોટરસાઇકલોની ચોરી થતી હોવાથી જ્યાં ગાંધીજીનું સ્ટેચ્યુ હોય અને જ્યાં અંધકાર છવાયેલો હોય ત્યાં કાયમી ધોરણે લાઇટો તથા સીસીટીવી કેમેરા નાખવા અંગે સામાજિક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી એસ.પી.સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં આવેલી પોસ્ટ ઓફીસની સામે ગાંધીબાગમાં વેપારીઓ અને પોસ્ટ ઓફીસ તથા બેંકે આવનાર લોકો માટે પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે. વેપારીઓ તથા લોકો દ્વારા વાહનો લોક કરીને રાખવામાં આવતા હોવા છતાં કોઈ લુખ્ખા તત્વો આવા લોક તોડીને મોટરસાઈકલોની ઉઠાંતરી કરી જાય છે. અને મોટરસાઈકલ બહાર રાખવામાં આવે તો પોલીસ વેન આવીને વાહનો ટોઇંગ કરી લઈ જાય છે. ત્યારે લોકોને દંડ ભરવો પડે છે. ત્યારે લોકોએ આવો દંડ ન ભરવો પડે તે માટે વાહનો પાર્કિંગમાં રાખે તો આવા અઠંગ ઉઠાવ ગીરો વાહનોનું લોક તોડીને ઉપાડી જતા હોય આવા અનેક વાહનો પાર્કિંગમાંથી ઉપડી ગયેલા છે. તેમજ બીજા અન્ય લોકો ખરીદી કરવા માટે આવતા હોય તેઓના વાહનો પણ ઉપાડી ગયેલા છે. જે અંગે ગાંધીબાગમાં સારી મરક્યુરી લાઈટ અને સીસીટીવી કેમેરા અને એક ચોકીદાર પણ મુકવા મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણીયા અને રાણેવાડિયા દેવેશ મેરુભાઈ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર, મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી એસ.પી. સમક્ષ માંગ કરવામાં આવી છે.