૧૦ ડિસેમ્બર : વિશ્વ માનવ અધિકાર દિવસ : વર્ષ ૨૦૨૪ની થીમ - 'આપણા અધિકારો, આપણું ભવિષ્ય - અત્યારે જ'ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ માનવ અધિકારના રક્ષણ અર્થે કાર્યરતસંકલન : માર્ગી મહેતામોરબી : દર વર્ષે તા. ૧૦ ડિસેમ્બરના રોજ ‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જન્મતાની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યંત જે અધિકારોને કોઇપણ જાતની અડચણવગર મુક્ત રીતે ભોગવી શકે, તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. જીવન જીજીવિષા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે, તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો આવશ્યક છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ 'આપણા અધિકારો, આપણું ભવિષ્ય - અત્યારે જ' રાખવામાં આવી છે.____________________________________________માનવ અધિકારનો ઈતિહાસસમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્યાલનો ઉદભવ અને વિકાસ ૧૩મી સદીમાં ઇંગ્લેન્ડમાં બનાવાયેલા લેખિત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા'ને ગણી શકાય. આ દસ્તાવેજથી માનવ અધિકારો ઇંગ્લેન્ડની પ્રજાને આપવામાં આવ્યા હતા. ઇ.સ. ૧૯૧૪થી ઇ.સ. ૧૯૧૯, પ્રથમ વિશ્વયુદ્ધ સમયે માનવ અધિકારો માટે વૈશ્વિક કાયદો બનાવવા વિશે ચર્ચાઓ શરૂ થઇ હતી પરંતુ તે ખ્યાલ વિશે સર્વસંમતિથી કાયદો બનાવી શકાયો ન હતો. ત્યારબાદ ઇ.સ. ૧૯૪૫માં વૈશ્વિકસ્તરે માનવીને માનવ તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.માનવ અધિકાર શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત, કે જે કાયદા દ્વારા સુરક્ષિત રાખવામાં આવેલું હોય. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે સંયુક્ત રાષ્ટ્ર સંઘે સૌ પ્રથમ વખત યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ નામનો દસ્તાવેજ બનાવ્યો હતો. આ ઘોષણાપત્રમાં જણાવ્યું હતું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઇપણ જાત, રંગ (કાળા-ગોરા), વર્ણ, જાતિ (સ્ત્રી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજીક મૂળ (વતન), મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાના તફાવત વિના તમામ અધિકારો અને સ્વતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.____________________________________________માનવ અધિકાર એટલે શું?માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ મુજબ માનવ અધિકાર એટલે સંવિધાનથી બાંહેધરી આપેલા અથવા આંતરરાષ્ટ્રીય કરારનામામાં સમાવેલા અને ભારતમાં ન્યાયાલયો અમલમાં મૂકી શકે તેવા, વ્યક્તિઓના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવને લગતા અધિકારો.____________________________________________માનવ અધિકારના ભંગની ફરિયાદગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ માનવ અધિકાર ભંગના રક્ષણ અર્થે કાર્યરત છે. ભારતીય બંધારણ મુજબ માનવ અધિકારોના ભંગ બદલ રાજ્યસેવક વિરુદ્ધ જ ફરિયાદ કરી શકાય છે, તેની ફરિયાદ વ્યક્તિ-વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે. ઉપરાંત, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરીયાદ કરીને પણ કાર્યવાહી કરી શકાય છે. મહિલાઓ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ કરી શકે છે. તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતિના લોકો રાષ્ટ્રીય અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ આયોગ સમક્ષ ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની વેબસાઈટ www.gshrc.gujarat.gov.in ની ફરિયાદ નિવારણ માટે મુલાકાત લઈ શકાશે.____________________________________________