મોરબી : મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોની પાર્ક નજીક પાર્ક કરેલી કારમાં કોઈ કારણોસર આગ લાગતા કાર સળગી ઉઠી હતી. મોરબી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી અને કોઈ જાનહાનીના પણ સમાચાર નથી.