મોરબી : મોરબીમાં જુના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 15-12-2024ને રવિવારના રોજ સાંજે 4 કલાકે ઉજ્જવલ પાર્ટી પ્લોટ, ધૂનડા રોડ, મોરબી ખાતે તેજસ્વી તારલા સન્માન સમારોહ અને સ્નેહમીલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ તથા જુના ઘાંટીલા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી હેતલબેન જાકાસણીયા ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમમાં જુના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા તમામ સભ્યોને સહ પરિવાર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.