મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનનો વિશેષ કાર્યક્રમ 20 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. તેમ ABVPની યાદીમાં જણાવાયું છે.